ગાય આધારિત ખેતી યોજના

શું તમે ખેડૂત છો? તમારી પાસે દેશી ગાય છે? તો આ યોજના તમારા માટે છે!

યોજનાનું નામ

દેસી ગાય આધારિત સંપૂર્ણ પ્રાકૃતિક ખેતી માટે સહાય યોજના. ગાયના નિભાવ ખર્ચ માટે આર્થિક સહાય અને પ્રાકૃતિક ખેતીનો પ્રચાર.

યોજનાના લાભો

દર મહિને ₹900 ની સહાય (વાર્ષિક ₹10,800). રાસાયણિક ખાતરની જગ્યા પર પ્રાકૃતિક ખાતરનો ઉપયોગ. જમીનની ફળદ્રુપતામાં વધારો. પર્યાવરણ અને સ્વાસ્થ્યનું રક્ષણ.

કોણ અરજી કરી શકે?

ખેતી માટે જમીન ધરાવતાં ખેડૂત. ટેગ કરેલી દેશી ગાય (જર્સી કે એચએફ નહિ). પ્રાકૃતિક ખેતી કરતા કે શીખવા ઈચ્છતા ખેડૂત.

 જરૂરી દસ્તાવેજો

આધાર કાર્ડ જમીનના દસ્તાવેજ. બેંક પાસબુક. જો શક્ય હોય તો પ્રાકૃતિક કૃષિ તાલીમનું પ્રમાણપત્ર.

અરજી કેવી રીતે કરવી?

ઓનલાઈન પોર્ટલ: “i-khedut” પોર્ટલ પર જાઓ. અરજી કરો અને જરૂરી દસ્તાવેજો જોડો. અરજીએ પ્રિન્ટઆઉટ લઈ ગ્રામ સેવક કે સંસ્થા કચેરીમાં જમા કરાવો.

પ્રાકૃતિક ખેતીનો લાભ

ખેતી ખર્ચમાં ઘટાડો. ગાયના છાણ અને મૂત્રથી જીવામૃતની તૈયારી. જમીનમાં પાણી સંચયની ક્ષમતા વધે. પર્યાવરણનું રક્ષણ.

મુખ્ય સંદેશ

તમારા ખેતર માટે પ્રાકૃતિક ખેતી અપનાવો અને લાભ મેળવો! વધુ માહિતી માટે નજીકના કૃષિ કચેરીનો સંપર્ક કરો અથવા ઓફિશિયલ વેબસાઇટ જુઓ.