નમસ્કાર મિત્રો, એક નવી યોજનામાં આપનું સ્વાગત છે. આ યોજનાનું નામ છે Vahan Loan Sahay Yojana. આ યોજનામાં સરકાર આપી રહી છે રૂ.૫ લાખથી રૂ.૨૦ લાખની મર્યાદામાં વાહન ખરીદવા માટે લેવામાં આવેલી લોન પર 6% વ્યાજ સહાય. આ યોજના વિષે સંપૂર્ણ માહિતી જેવી કે કઈ રીતે અરજી કરવી, લાયકાત, કેટલું લાભ મળશે અને ક્યાં ક્યાં દસ્તાવેજો ની જરૂર પડશે આ લેખમાં નીચે મેળવીશું.
Vahan Loan Sahay Yojana
યોજનાનું નામ | બેંક મારફતે વાહન ખરીદી માટે લીધેલ લોન પર 6% વ્યાજ સહાય |
લાભના પ્રકાર | સબસિડી |
વિભાગ | આદિજાતિ વિકાસ વિભાગ |
યોજનાની માલિકી | રાજ્ય સરકાર |
વ્યવસાય | સ્વ-રોજગાર |
યોજનાના માપદંડ
યોજના કોને લાગુ પડશે
- અનુસૂચિત જનજાતિ કોઈ પણ મહિલા કે પુરુષ આ યોજનાનો લાભ મેળવી શકે છે.
કેટેગરી
- અનુસૂચિત જનજાતિ કોઈ પણ મહિલા કે પુરુષ આ યોજનાનો લાભ મેળવી શકે છે.
વ્યવસાય
- લાભાર્થી સ્વરોજગાર હોવો જોઈએ.
યોજનાનો લોકેશન
- આ યોજનાનો લાભ આદિજાતિ વિસ્તારો પૂરતો છે.
જરૂરી દસ્તાવેજો
- તમામ લાભાર્થીને આ યોજનાનો લાભ લેવા માટે નીચે મુજબના દસ્તાવેજો નું બીડાણ કરવું જરૂરી છે:
- આધાર કાર્ડ
- જાતિનું પ્રમાણપત્ર
- બેંક પાસબુક / રદ ચેક
- વાહન ખરીદ કર્યાનુ બીલ
- ઓળખ પત્ર
- પાસપોર્ટ સાઈઝનો ફોટો
- લોન મંજૂરી પત્ર
- વાહન રજિસ્ટ્રેશન બુક
મહત્વની લિંક
વિભાગની લિંક | અહીં ક્લિક કરો |
Vahan Loan Sahay Yojana નું ફોર્મ કઈ રીતે ભરવું ?
- લાભાર્થી ઓનલાઇન અરજી કરવાની રહેશે.
એપ્લિકેશન ફોર્મ ક્યાંથી મેળવવું
- ગુજરાત આદિજાતિ વિકાસ કોર્પોરેશન, ગાંધીનગર અને આદિજાતિ જિલ્લાની તમામ પ્રાયોજના વહીવટદારશ્રીની કચેરી ખાતે
એપ્લિકેશન ફોર્મ કોને મોકલવું
- આદિજાતિ જિલ્લાની તમામ પ્રાયોજના વહીવટદારશ્રીની કચેરી ખાતે
Vahan Loan Sahay Yojana ફોર્મ કઈ રીતે ભરવું ?
લાભાર્થી ઓનલાઇન અરજી કરવાની રહેશે.
Vahan Loan Sahay Yojana સહાય
બેંકો મારફતે રૂ.૫ લાખથી રૂ.૨૦ લાખની મર્યાદામાં વાહન ખરીદવા માટે લેવામાં આવેલી લોન પર 6% વ્યાજ સહાય.