Pashupalan Loan Yojana Gujarat: ખેડૂતો અને પશુપાલકો માટે સરકાર દ્વારા અનેક યોજનાઓ અમલી કરવામાં આવી છે. જેના માધ્યમ દ્વારા તેમને આર્થિક સહાય આપીને તેમને સહાય પુરી પાડવામાં આવે છે. આવી જ એક સરકારી યોજનાની આ આર્ટિકલમાં વાત કરવામાં આવી છે. આ આર્ટિકલમાં ખાસ કરીને વાત કરવામાં આવી છે સરકારની પશુપાલન યોજના વિશે. જે યોજનામાં સરકાર પશુપાલન માટે આપી રહી છે લાખો રૂપિયા….જાણો વિગતવાર…
Pashupalan Loan Yojana Gujarat
યોજનાનું નામ | પશુપાલન લોન યોજના |
લાભ | પશુપાલન યોજના હેઠળ સફાઇ કામદારો અને તેમના આશ્રિતોને રૂ. ૧,૦૦,૦૦૦/-ની લોન આપવામાં આવે છે. |
યોજનાનો લક્ષ્ય | સેવાઓ |
ક્ષેત્ર | પશુપાલન |
યોજનાની માલિકી | કેન્દ્ર અને રાજ્ય |
Pashupalan Loan Yojana Gujarat:યોજનાના માપદંડ
પત્રતા
- સફાઇ કામદાર/આશ્રિત.
- ઉંમર ૧૮ થી ૫૦ વર્ષ.
યોજના કોને લાગુ પડશે
- તમામ વ્યકિતઓ
યોજનાનો વ્યાપ
- ગુજરાતભરમાં
કેટેગરી
- તમામ
જાતિ સંબંધિત પાત્રતા
- કોઈ પણ
Pashupalan Loan Yojana Gujarat: કયા ડોક્યુમેન્ટની પડશે જરૂર?
- અરજદારનું આધાર કાર્ડ
- અરજદારનું રેશનકાર્ડ
- ચૂંટણી ઓળખપત્ર
- અરજદારની કુલ વાર્ષિક આવકનો દાખલો
- સફાઇ કામદાર/આશ્રિતનું પ્રમાણપત્ર
- રહેઠાણનો પુરાવો (વીજળી બિલ/ લાઇસન્સ/ ભાડાકરાર/ ચુંટણી કાર્ડ/ રેશનકાર્ડ પૈકી કોઈ પણ એક)
- બી.પી.એલ. નુ પ્રમાણપત્ર (જો બી.પી.એલ. હોય તો)
- બઁક પાસબૂકની પ્રથમ પાનાની નકલ / રદ કરેલ ચેક (અરજદારના નામનું)
- અગાઉ આ યોજનામાં લાભ લીધો નથી તે અંગેનું બાંહેધરી પત્ર
Accidental Death Assistance Yojana 2025: અકસ્માત મૃત્યુ સહાય યોજના: એક વખતની રૂ.૫.૦૦ લાખની નાણાકીય સહાય
Mari yojana portal: આંગણવાડીમાં આધાર નોંધણી માટે નવી યોજના: આધાર કાર્ડ નવું બનાવો અને સુધારા વધારા કરો,જાણો તમામ વિગતો!
યોજનાનો લાભ લેવા કઈ રીતે કરવી અરજી?
- સૌપ્રથમ તમારે ઈ સમાજ કલ્યાણ ની ઓફિસિયલ વેબસાઈટ પર જવાનું રહેશે.
- જ્યાં આગળ તમારે રજીસ્ટ્રેશન કરવાનું રહેશે અથવા પહેલેથી રજીસ્ટ્રેશન છો તો લોગીન કરવાનું રહેશે.
- પછી તમારે પશુપાલન લોન યોજના પર ક્લિક કરવાનું રહેશે.
- જ્યાં આગળ જરૂરી માહિતી અને ફોર્મ ભરી ફોર્મ સબમિટ કરવાનો રહેશે.
- ફોર્મ કઈ રીતે ભરવું તેની વિગતવાર માહિતી પીડીએફ સ્વરૂપમાં જોવા માટે: અહીં ક્લિક કરો
મહત્વની લિંક
વિભાગની લિંક | અહીં ક્લિક કરો |
અરજી કરો | અહીં ક્લિક કરો |
મિત્રો આ લેખમાં કોઈ ભૂલ રહી ગઈ તો ગુજરાત સરકારનું “Mari yojana portal gujarat” પરથી અથવા વિભાગની વેબસાઇટ પરથી આ યોજના વિશે સંપૂર્ણ માહિતી મેળવી શકો છો.