મફત પશુ ખાણદાણ સહાય યોજના:Pashu Khandan Sahay Yojana: દરેક પશુપાલનને 150 કિલો મફત દાણ મળશે

Pashu Khandan Sahay Yojana: ભારત દેશ કૃષિપ્રધાન છે. ખેતી અને પશુપાલન એક સિક્કાની બે બાજુ છે. ગુજરાત સરકાર પણ ખેડૂતો અને પશુપાલકોના વિકાસ માટે ગુજરાત સરકાર વિવિધ સરકારી યોજનાઓ અમલમાં મૂકેલી છે. કૃષિ સહકાર, ખેડૂત કલ્યાણ વિભાગ દ્વારા ikhedut Portal બનાવેલ છે. આ પોર્ટલ દ્વારા ચાલુ નાણાકીય વર્ષ ૨૦૨૪-૨૫ માં બાગાયતી યોજનાઓ, પશુપાલન યોજના 2024-25 ઓનલાઈન મૂકવામાં આવેલ છે.

Pashu Khandan Sahay Yojana

યોજનાનું નામસામાન્ય જાતિના પશુપાલકોના પશુઓ (ગાય/ભેંસ)ના વિયાણ બાદ ખાણદાણ સહાય (8398)
યોજનાનો સારાંશપશુપાલક દીઠ વર્ષમાં એક વાર તેમનાં પશુઓ (ગાય/ભેંસ) માટે ૧૦૦% લેખે ૧૫૦ કી.ગ્રા ખાણદાણની સહાય કુટુંબદીઠ એક પશુને સહાય મળવાપાત્ર
લાભપશુપાલક દીઠ વર્ષમાં એક વાર તેમનાં પશુઓ (ગાય/ભેંસ) માટે ૧૦૦% લેખે ૧૫૦ કિ.ગ્રા ખાણદાણની સહાય
લાભના પ્રકારપ્રોત્સાહન યોજના
યોજનાનો લક્ષ્યભૌતિક સહાય)
વિભાગકૃષિ, ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગ

Pashu Khandan Sahay Yojana: યોજનાના માપદંડ

કેટેગરી

  • તમામ

જાતિ સંબંધિત પાત્રતા

  • કોઈ પણ

સામાજિક અને આર્થિક ધોરણ

  • કોઈ પણ

mari yojana portal:ફૂલપાકમાં વાવેતર માટે સહાય: સરકાર આપશે 60 હજાર રૂપિયાની સહાય

mari yojana portal:વ્યવસાયિક રોગોમાં સહાય યોજના: ૧૫ પ્રકારના વ્યવસાયિક રોગ અને વિવિધ ૨૩ પ્રકારની ઈજાઓ માટે નાણાકીય સહાય, સરકાર આપશે 30 હજારની સહાય

Coaching Sahay yojana: કોચિંગ માટે આર્થિક સહાય આપવાની યોજના: જાણો સંપૂર્ણ માહિતી, કઈ રીતે ફોર્મ ભરવું?

યોજના કોને લાગુ પડશે

  • તમામ વ્યકિતઓ

યોજનાનો વ્યાપ

  • ગુજરાતભરમાં

ક્યાં-ક્યાં ડોક્યુમેન્ટ જોઈએ

  1. આધારકાર્ડની નકલ
  2. જો ખેડૂત લાભાર્થી એસ.સી જાતિનો હોય તો જાતિનું પ્રમાણપત્ર
  3. જો ખેડૂત લાભાર્થી એસ.ટી જાતિનો હોય તો જાતિનું પ્રમાણપત્ર
  4. રેશનકાર્ડની નકલ
  5. જો ખેડૂત દિવ્યાંગ હોય તો દિવ્યાંગતા હોવા અંગેનું પ્રમાણપત્ર
  6. આધાર નંબર સાથે જોડાયેલ બેંક એકાઉન્ટ
  7. કેટલા પશુઓ ધરાવો છો, તેનો દાખલો
  8. છેલ્લે કેટલા વર્ષમાં લાભ લીધો છે?તેની વિગતો
  9. સહકારી મંડળીના સભ્ય હોય તો તેની વિગતો (લાગુ પડતું હોય તો
  10. દૂધ ઉત્પાદક મંડળીના સભ્ય હોય તો તેની માહિતી (લાગુ પડતું હોય તો જ)
  11. મોબાઈલ નંબર

મફત પશુ ખાણદાણ સહાય યોજના માટે કેવી રીતે ઓનલાઈન અરજી કરવી?

  • સૌપ્રથમ Google Search માં “ikhedut” ટાઈપ કરવાનું રહેશે.
  • જેમાં Google Search માં જે રિઝલ્ટ આવે તેમાંથી https://ikhedut.gujarat.gov.in/ વેબસાઈટ ખોલવી.
  • Ikhedut Portal ખોલ્યા બાદ ”યોજના” પર ક્લિક કરવું.
  • તેમાં યોજના પર Click કર્યા પછી ક્રમ નંબર-2 પર પશુપાલનની યોજનાઓ” ખોલવું.
  • “Pashupalan Yojana” ખોલ્યા પછી જ્યાં વિવિધ પશુપાલનની યોજનાઓ બતાવશે.
  • જેમાં “જ્ઞાતિવાઈઝ ” પશુપાલકોના ગાભણ પશુઓને (ગાય/ભેંસ) ખાણદાણ સહાય” યોજનાઓ બતાવશે.
    “જેમાં તમે જે જ્ઞાતિમાં આવતા હોય તે જ્ઞાતિની યોજનાની સામે “અરજી કરો” તેના પર ક્લિક કરીને વેબસાઈટ ખોલવાની રહેશે.
    ત્યાર બાદ તમને પૂછવામાં આવશે કે તમે રજીસ્ટર અરજદાર ખેડૂત છો? જેમાં જો તમે રજીસ્ટ્રેશન કરેલ હોય તો “હા” અને નથી કર્યું તો “ના” કરવાનું રહેશે.
    જો તમે રજીસ્ટ્રેશન કરેલ હોય તો આધારકાર્ડ નંબર અને મોબાઈલ નંબર નાખ્યા બાદ Captcha Image નાખીને અરજી કરવાની રહેશે.
    લાભાર્થીએ ikhedut પર રજીસ્ટ્રેશન કરેલ નથી તો ‘ના’ સિલેકટ કરીને ઓનલાઈન અરજી કરવાની રહેશે.
  • લાભાર્થી ખેડૂતે ઓનલાઈન એપ્લિકેશનમાં સંપૂર્ણ માહિતી ભર્યા બાદ અરજી સેવ કરો એના પર ક્લિક કરવાનું રહેશે.
    ત્યાર બાદ લાભાર્થીએ ફરીથી વિગતો ચેક કરીને અરજી કન્‍ફર્મ કરવાની રહેશે. એક વાર અરજી કન્‍ફર્મ થયા બાદ અરજી નંબરમાં કોઈ સુધારો કે વધારો થશે નહિં તેની નોંધ લેવી.

Pashu Khandan Sahay Yojana: મહત્વની લિંક

વિભાગની લિંકઅહીં ક્લિક કરો
અરજી કરોઅહીં ક્લિક કરો

મિત્રો આ લેખમાં કોઈ ભૂલ રહી ગઈ તો ગુજરાત સરકારનું “Mari yojana portal gujarat” પરથી અથવા વિભાગની વેબસાઇટ પરથી આ યોજના વિશે સંપૂર્ણ માહિતી મેળવી શકો છો.

Leave a Comment