mari yojana:રાજ્યની મહિલા ખેલાડીઓને રોકડ પુરસ્કાર: ખેલાડીઓને વાર્ષિક રૂ.૪,૮૦૦/- ની સ્કોલરશિપ આપવામાં આવશે.

mari yojana: ગુજરાત રાજ્યમાં મહિલા ખેલાડીઓને પ્રોત્સાહન આપવા અને તેમની સિદ્ધિઓને માન્યતા આપવા માટે રાજ્ય સરકારે વિશેષ યોજના અમલમાં મૂકી છે. રાજ્યકક્ષાએ પ્રથમ, દ્વિતीय અને તૃતીય ક્રમે સ્થાન મેળવનાર તથા રાષ્ટ્રકક્ષાએ રાજ્યનું પ્રતિનિધિત્વ કરનાર મહિલા ખેલાડીઓને વાર્ષિક સ્કોલરશિપ આપવામાં આવે છે. રાજ્યકક્ષાની વ્યક્તિગત અથવા સાંઘિક રમતોમાં પ્રથમ સ્થાન મેળવનાર ખેલાડીઓને રૂ. ૪,૮૦૦/-, દ્વિતીય સ્થાન પ્રાપ્ત કરનાર ખેલાડીઓને રૂ. ૩,૬૦૦/- અને તૃતીય સ્થાન મેળવનાર ખેલાડીઓને રૂ. ૨,૪૦૦/- ની રકમ મળે છે. આ યોજનાનો લાભ તે ખેલાડીઓ મેળવી શકે છે જેઓ નાણાકીય વર્ષ દરમિયાન યોજાયેલ સ્પર્ધાઓમાં આ સિદ્ધિઓ પ્રાપ્ત કરે છે, જે મહિલા ખેલાડીઓ માટે સશક્તિકરણનું મજબૂત પગલું છે.

mari yojana: રાજ્યની મહિલા ખેલાડીઓને રોકડ પુરસ્કાર

યોજનાનું નામરાજ્યની મહિલા ખેલાડીઓને રોકડ પુરસ્કાર
લાભના પ્રકારસહાય/પ્રોત્સાહન યોજના
યોજનાનો લક્ષ્યઆર્થિક સહાય
વિભાગરમતગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓનો વિભાગ
ક્ષેત્રરમતગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ

યોજનાના માપદંડ

  • કેટેગરી : તમામ
  • જાતિ સંબંધિત પાત્રતા : સ્ત્રીઓ
  • વ્યવસાય : વિદ્યાર્થી
  • શિક્ષણ : ધો.12 પાસ
  • સામાજિક અને આર્થિક ધોરણ : કોઈ પણ
  • વ્યક્તિગત આવક મર્યાદા : 0.00
  • પરિવાર માટે આવક મર્યાદા : 0.00
  • યોજના કોને લાગુ પડશે :સ્ત્રીઓ
  • યોજનાનો વ્યાપ :ગુજરાતભરમાં

mari yojana:નાળિયેરી વિકાસ યોજના:સરકાર આપશે રૂ. ૩૭૫૦૦ ની સહાય

Atal Pension Yojana:અટલ પેન્શન યોજના: દર મહિને 5 હજાર સુધીની પેન્શન

mari yojana:માન.મુખ્યમંત્રીશ્રી શિષ્યવૃત્તિ યોજના: 10 પાસ વિદ્યાર્થીઓને મળશે 5 લાખની સહાય

યોજનામાં અરજી કરવાની પ્રક્રિયા

  • ફોર્મ ઓફલાઈન ભરવાનું રહેશે.

મહત્વની લિંક

વિભાગની લિંકઅહીં ક્લિક કરો

મિત્રો આ લેખમાં કોઈ ભૂલ રહી ગઈ તો ગુજરાત સરકારનું “Mari yojana portal gujarat” પરથી અથવા વિભાગની વેબસાઇટ પરથી આ યોજના વિશે સંપૂર્ણ માહિતી મેળવી શકો છો.

Leave a Comment