mari yojana portal: પાણીના ટાંકા બનાવવા માટે સહાય યોજનાસરકાર આપશે 1 લાખ રૂપિયાની સહાય

mari yojana portal: સરકાર દ્વારા પાકના ઉત્પાદન, પાકના વિસ્તારમાં વધારો કરવા માટે અનેક યોજનો ચલાવવામાં આવે છે. હવે સરકાર દ્વારા પાણીના ટાંકા બનાવવા માટે સહાય યોજના બહાર પાડવામાં આવી છે. આ યોજના દ્વારા ખેડૂત પાણીનો સંગ્રહ કરી શકશે. જેનાથી તે સમયસર પિયત કરી શકે અને સારું ઉત્પાદન મેળવી શકે. Water Tank Sahay Yojana 2023 શું છે? તેની માહિતી મેળવીશું. પાણીના ટાંકા બનાવવા માટે સહાય યોજના હેઠળ શું શું લાભ મળે? કેવી રીતે અરજી કરી શકાય? અને તેના માટે ક્યાં-ક્યાં ડોક્યુમેન્‍ટ જોઈએ તે તમામ માહિતી મેળવીશું.

mari yojana portal

યોજનાનું નામપાણીના ટાંકા બનાવવા માટે સહાય યોજના
યોજનાનો ઉદ્દેશઆ યોજનાનો હેતુ ખેડૂતને પાણીના ટાંકા બનાવવા માટે સહાય આપવાનો છે.
વિભાગનું નામખેતીવાડી વિભાગ
ક્યા લાભાર્થીઓને સહાય મળે?ગુજરાત રાજ્યના પાત્રતા ધરાવતા ખેડૂત મિત્રો
અરજીની પદ્ધતિઆઈ ખેડૂત પોર્ટલ પર ઓનલાઈન અરજી કરવાની રહેશે.
યોજનાની માલિકીરાજ્ય સરકાર

mari yojana portal:કયાં-ક્યાં ડોક્યુમેન્‍ટ જોઈએ?

  • અરજદાર ખેડૂતની 7/12 અને 8-અ ની જમીનની નકલ
  • આધારકાર્ડની નકલ (Aadhar Card)
  • જો ખેડૂતએસ.સી જાતિનો હોય તો જાતિનું સર્ટિફિકેટ
  • જો ખેડૂત એસ.ટી જાતિનો હોય તો જાતિનું સર્ટિફિકેટ
  • રેશનકાર્ડની નકલ
  • જો ખેડૂત દિવ્યાંગ હોય તો દિવ્યાંગતા હોવા અંગેનું પ્રમાણપત્ર
  • લાભાર્થી જો ટ્રાઈબલ વિસ્તારના હોય તો વન અધિકાર પત્રની નકલ (હોય તો)
  • ખેતીના 7-12 અને 8-અ જમીનમાં સંયુક્ત ખાતેદારના કિસ્સામાં અન્ય ખેડૂતના સંમતિપત્રક
  • લાભાર્થી પાસે આત્માનું રજીસ્ટ્રેશન કરાવેલું હોય તો તેની વિગતો
  • સહકારી મંડળીના સભ્ય હોય તો તેની વિગતો (લાગુ પડતું હોય તો)
  • દૂધ ઉત્પાદક મંડળીના સભ્ય હોય તો તેની માહિતી (લાગુ પડતું હોય તો જ)
  • મોબાઈલ નંબર

યોજનાના માપદંડ

કેટેગરી

  • તમામ

જાતિ સંબંધિત પાત્રતા

  • કોઈ પણ

વ્યવસાય

  • ખેડૂત

શિક્ષણ

  • કોઈ પણ

સામાજિક અને આર્થિક ધોરણ

  • કોઈ પણ

યોજના કોને લાગુ પડશે

  • તમામ ખેડૂતો

યોજનાનો વ્યાપ

  • ગુજરાતભરમાં

લાભ

  • યુનિટ કોસ્ટ – રૂ. ૧.૦૦ લાખ/એકમ • સામાન્ય ખેડુતને ખર્ચના ૫૦ ટકા (મહત્તમ રૂ. ૫૦૦૦૦/-ની મર્યાદામાં) • અનુ. જાતિ/અનુ. જન જાતિના ખેડૂતને ખર્ચના ૭૫ ટકા મુજબ મહત્તમ રૂ.૭૫૦૦૦/- ની મર્યાદામાં સહાય • સિમેન્ટેડ પાકા પાણીના ટાંકા, ડ્રીપ સેટ ફરજિયાત • ટાંકાના ખર્ચના વ્યાજબીપણા માટે ગર્વમેન્ટ વેલ્યુઅર/ તાલુકા સર્વેયર / મનરેગા યોજનાના સર્વેયરનુ ખર્ચ અંગેનુ સર્ટિફિકેટ લાભાર્થી પાસેથી મેળવવાનું રહેશે • ઓછામાં ઓછો ૨૫.૫૦ ઘનમીટર ક્ષમતા ધરાવતો ટાંકો બનાવવાનો રહેશે. ખાતાદીઠ ફક્ત એક જ વખત આઇ-ખેડૂત પોર્ટલ પર ઉપલબ્ધ

mari yojana portal:ફૂલપાકમાં વાવેતર માટે સહાય: સરકાર આપશે 60 હજાર રૂપિયાની સહાય

mari yojana portal:વ્યવસાયિક રોગોમાં સહાય યોજના: ૧૫ પ્રકારના વ્યવસાયિક રોગ અને વિવિધ ૨૩ પ્રકારની ઈજાઓ માટે નાણાકીય સહાય, સરકાર આપશે 30 હજારની સહાય

કેવી રીતે પાણીના ટાંકા બનાવવા માટે સહાય યોજનામાં ઓનલાઇન અરજી કરવી?

  • પ્રથમ Google ખોલીને “ikhedut Portal” ટાઈપ કરવાનું રહેશે.
  • જ્યાં આઈખેડૂતની ઓફિશિયલ વેબસાઈટ https://ikhedut.gujarat.gov.in/ ખોલવી.
  • ikhedut Website ખોલ્યા બાદ “યોજના” પર ક્લિક કરવું.
  • યોજના પર ક્લિક કર્યા બાદ નંબર-1 પર આવેલી “ખેતીવાડી ની યોજનાઓ” ખોલવું.
  • “બાગાયતી ની યોજનાઓ” ખોલ્યા બાદ જ્યાં ક્રમ નંબર-1 પાણીના ટાંકા બનાવવા સહાય આપવાની યોજના પર ક્લિક કરવું.
  • જેમાં પાણીના ટાંકા બનાવવા માટે સહાય યોજનામાં “અરજી કરો” તેના પર Click કરીને આગળનું પેજ ખોલવાનું રહેશે.
  • જો તમે રજીસ્ટર અરજદાર ખેડૂત છો? જેમાં જો તમે રજીસ્ટ્રેશન કરેલ હોય તો હા અને નથી કર્યું તો ના કરવાનું રહેશે.
  • ખેડૂતે રજીસ્ટ્રેશન કરેલ હોય તો આધારકાર્ડ નંબર અને મોબાઈલ નંબર નાખ્યા બાદ Captcha Image નાખીને અરજી કરવાની રહેશે.
  • લાભાર્થીએ i-khedut પર રજીસ્ટ્રેશન કરેલ નથી તો ‘ના’ સિલેકટ કરીને ઓનલાઈન અરજી કરવાની રહેશે.
  • ખેડૂતે સંપૂર્ણ માહિતી ભર્યા બાદ અરજી સેવ કરો એના પર ક્લિક કરવાનું રહેશે.
  • સંપૂર્ણ ચોક્ક્સાઈપૂર્વક વિગતો તપાસી અરજી કન્‍ફર્મ કરવાની રહેશે. એક વાર અરજી કન્‍ફર્મ થયા બાદ Application Number માં કોઈ સુધારો કે વધારો થશે નહિં તેની નોંધ લેવી.
  • છેલ્લે, લાભાર્થીએ ઓનલાઈન અરજી કર્યા બાદ પોતાની અરજીના આધારે પ્રિ‍ન્‍ટ મેળવી શકશે.

મહત્વની લિંક

વિભાગની લિંકઅહીં ક્લિક કરો
અરજી કરોઅહીં ક્લિક કરો

મિત્રો આ લેખમાં કોઈ ભૂલ રહી ગઈ તો ગુજરાત સરકારનું “Mari yojana portal gujarat” પરથી અથવા વિભાગની વેબસાઇટ પરથી આ યોજના વિશે સંપૂર્ણ માહિતી મેળવી શકો છો.

Leave a Comment