mari yojana portal: ફૂલપાકના વાવેતર માટે સરકાર દ્વારા “ફૂલપાકમાં વાવેતર માટે સહાય કાર્યક્રમ (8786)” શરૂ કરાયો છે, જે નાના અને સીમાંત ખેડૂતોને આર્થિક સહાય પહોંચાડવા માટે ઉદ્દેશિત છે. આ યોજના હેઠળ છૂટા ફૂલો, દાંડી ફૂલો (કટ ફલાવર્સ), અને કંદ ફૂલો માટે વિશેષ સહાય પૂરી પાડવામાં આવે છે.
નાના અને સીમાંત ખેડૂતોને છૂટા ફૂલો માટે ખર્ચના ૪૦ ટકા અથવા મહત્તમ રૂ. ૧૬,૦૦૦, દાંડી ફૂલો માટે મહત્તમ રૂ. ૪૦,૦૦૦, અને કંદ ફૂલો માટે મહત્તમ રૂ. ૬૦,૦૦૦ પ્રતિ હેક્ટર સહાય મળે છે, જ્યારે અન્ય ખેડૂતો માટે આ સહાય ખર્ચના ૨૫ ટકા અથવા મહત્તમ રૂ. ૩૭,૫૦૦ સુધી મર્યાદિત છે. આ યોજના કૃષિ, ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગના માર્ગદર્શન હેઠળ કાર્યરત છે અને કેન્દ્ર અને રાજ્ય સરકારના સહયોગથી ખેડૂત કલ્યાણ માટે વિશેષ પ્રોત્સાહન પૂરું પાડે છે.
Table of Contents
mari yojana portal
યોજનાનું નામ | ફૂલપાકમાં વાવેતર માટે સહાય કાર્યક્રમ |
લાભ | ૧. છૂટા ફૂલો- નાના અને સીમાંત ખેડૂતો માટે ખર્ચના ૪૦ ટકા અથવા મહત્તમ રૂ. ૧૬,૦૦૦ પ્રતિ હેક્ટર જ્યારે અન્ય ખેડૂતો માટે ખર્ચના ૨૫ ટકા અથવા મહત્તમ રૂ. ૧૦,૦૦૦ પ્રતિ હેક્ટર સહાય ૨. દાંડી ફૂલો (કટ ફલાવર્સ)- નાના અને સીમાંત ખેડૂતો માટે ખર્ચના ૪૦ ટકા અથવા મહત્તમ રૂ. ૪૦,૦૦૦ પ્રતિ હેક્ટર જ્યારે અન્ય ખેડૂતો માટે ખર્ચના ૨૫ ટકા અથવા મહત્તમ રૂ. ૨૫,૦૦૦ પ્રતિ હેક્ટર સહાય ૩. કંદ ફૂલો- નાના અને સીમાંત ખેડૂતો માટે ખર્ચના ૪૦ ટકા અથવા મહત્તમ રૂ. ૬૦,૦૦૦ પ્રતિ હેક્ટર જ્યારે અન્ય ખેડૂતો માટે ખર્ચના ૨૫ ટકા અથવા મહત્તમ રૂ. ૩૭,૫૦૦ પ્રતિ હેક્ટર સહાય |
લાભના પ્રકાર | સહાય/પ્રોત્સાહન યોજના |
વિભાગ | કૃષિ, ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગ |
યોજનાની માલિકી | કેન્દ્ર અને રાજ્ય |
mari yojana portal: યોજનાના માપદંડ
કેટેગરી
- તમામ
જાતિ સંબંધિત પાત્રતા
- કોઈ પણ
વ્યવસાય
- ખેડૂત
યોજના કોને લાગુ પડશે
- તમામ ખેડૂતો
- ધંધા/ઉદ્યોગો
યોજનાનો વ્યાપ
- ગુજરાતભરમાં
જરૂરી બીડાણ
- આધાર કાર્ડ
- વાહન ખરીદ કર્યાનુ બીલ
મહત્વની લિંક
વિભાગની લિંક | અહીં ક્લિક કરો |
અરજી કરો | અહીં ક્લિક કરો |
મિત્રો આ લેખમાં કોઈ ભૂલ રહી ગઈ તો ગુજરાત સરકારનું “Mari yojana portal gujarat” પરથી અથવા વિભાગની વેબસાઇટ પરથી આ યોજના વિશે સંપૂર્ણ માહિતી મેળવી શકો છો.