mari yojana: JEE, NEET ની તૈયારી કરતા વિદ્યાર્થીઓને મળશે કોચિંગ સહાય: વિદ્યાર્થીદીઠ રૂ.૨૦,૦૦૦ ની સહાય

JEE, ગુજકેટ, NEET જેવી પરીક્ષાની તૈયારી કરતા જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓને કોચિંગ સહાય માટે ગુજરાત અનરિઝર્વ્ડ એજ્યુકેશન & ઈકોનોમિકલ ડેવલોપમેન્ટ કોર્પોરેશન દ્વારા વિદ્યાર્થી દીઠ વાર્ષિક રૂપિયા 20,000 સુધીની સહાય આપવામાં આવે છે. હાલ આ યોજનાનો લાભ લેવા ઈચ્છતા લાભાર્થીઓ માટે ઓનલાઈન અરજી પ્રક્રિયા ચાલુ છે.

mari yojana: coaching sahay

યોજનાનું નામકોચીંગ (જી, નીટ, ગુજકેટ)‌ સહાય યોજના
લાભના પ્રકારઆર્થિક સહાય
યોજનાનો લક્ષ્યઆર્થિક સહાય
વિભાગસામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગ
ક્ષેત્રશિક્ષણ

JEE, ગુજકેટ, NEET પરીક્ષા માટે કોચિંગ સહાયની યોજના અંતર્ગત બિનઅનામત વર્ગના ધોરણ 12ના વિજ્ઞાન પ્રવાહના વિદ્યાર્થીઓને ધોરણ 12 પછી મેડિકલ, એન્જિનિયરિંગમાં પ્રવેશની જરૂરી પરીક્ષાઓ જેવી કે JEE, ગુજકેટ, NEET ની તૈયારીના કોચિંગ માટે ધોરણ 10 માં 70 ટકા હોય તેવા વિદ્યાર્થીઓને માત્ર ત્રણ વર્ષ કે તેથી વધુ અભ્યાસ ધરાવતી સંસ્થાઓમાં કોચિંગ મેળવતા ધોરણ 11 અને ધોરણ 12 ના વિદ્યાર્થીઓને સહાય મળવાપાત્ર યોગ્ય ગણાશે.

mari yojana: coaching sahay

  • કેટેગરી : જનરલ
  • જાતિ સંબંધિત પાત્રતા : કોઈ પણ
  • વ્યવસાય : વિદ્યાર્થી
  • શિક્ષણ : ધો.10 પાસ
  • સામાજિક અને આર્થિક ધોરણ : કોઈ પણ
  • વ્યક્તિગત આવક મર્યાદા : 600000.00
  • પરિવાર માટે આવક મર્યાદા : 600000.00
  • યોજના કોને લાગુ પડશે :તમામ વિદ્યાર્થીઓ
  • યોજનાનો વ્યાપ :ગુજરાતભરમાં

mari yojana:રાજ્યની મહિલા ખેલાડીઓને રોકડ પુરસ્કાર: ખેલાડીઓને વાર્ષિક રૂ.૪,૮૦૦/- ની સ્કોલરશિપ આપવામાં આવશે.

mari yojana:નાળિયેરી વિકાસ યોજના:સરકાર આપશે રૂ. ૩૭૫૦૦ ની સહાય

Atal Pension Yojana:અટલ પેન્શન યોજના: દર મહિને 5 હજાર સુધીની પેન્શન

આ યોજનાનો લાભ કોને કોને મળવાપાત્ર છે?

JEE, ગુજકેટ, NEET પરીક્ષા માટે કોચિંગ સહાયની યોજના અંતર્ગત બિનઅનામત વર્ગના ધોરણ 12ના વિજ્ઞાન પ્રવાહના વિદ્યાર્થીઓને ધોરણ 12 પછી મેડિકલ, એન્જિનિયરિંગમાં પ્રવેશની જરૂરી પરીક્ષાઓ જેવી કે JEE, ગુજકેટ, NEET ની તૈયારીના કોચિંગ માટે ધોરણ 10 માં 70 ટકા હોય તેવા વિદ્યાર્થીઓને માત્ર ત્રણ વર્ષ કે તેથી વધુ અભ્યાસ ધરાવતી સંસ્થાઓમાં કોચિંગ મેળવતા ધોરણ 11 અને ધોરણ 12 ના વિદ્યાર્થીઓને સહાય મળવાપાત્ર યોગ્ય ગણાશે.

વિદ્યાર્થી દીઠ વાર્ષિક રૂપિયા 20 હજાર અથવા ખરેખર ફી એ બે પૈકી જે ઓછું હોય તે સીધી સહાય (ડી.બી.ટી.) તરીકે મળવાપાત્ર રહેશે. આ માટે બિનઅનામત વર્ગના વિદ્યાર્થીઓને ધોરણ 10 માં 70 ટકા કે તેથી વધુ માર્ક્સ મેળવેલા હોવા જરૂરી છે. તેમજ વિદ્યાર્થીના કુટુંબની વાર્ષિક આવક મર્યાદા રૂપિયા 4.50 લાખ કે તેથી ઓછી હોવી પણ જરૂરી છે.

કયા કયા ડોક્યુમેન્ટ જરૂરી છે?

  • બિનઅનામત વર્ગનું પ્રમાણપત્ર,
  • આવકનું પ્રમાણપત્ર,
  • આધાર કાર્ડની નકલ,
  • રહેઠાણનો પુરાવો,
  • અરજદારના બેન્ક પાસબુકના પ્રથમ પાનાની ઝેરોક્ષ,
  • શાળા-કોલેજમાં પ્રવેશ મેળવેલ પત્ર,
  • શાળા છોડ્યાનું પ્રમાણપત્ર,
  • ધોરણ 10 ની માર્કશીટની નકલ,
  • ટ્યુશન ક્લાસની ફી ની વિગત,
  • ફીનો પુરાવો,
  • કોચિંગ ક્લાસ સમાજ/ ટ્રસ્ટ/ સંસ્થા 3 વર્ષ સંચાલિત હોય તેવો રજીસ્ટ્રેશન નંબર સાથેનો પુરાવો,
  • ટ્યુશન ક્લાસીસનો રજીસ્ટર નંબર,
  • બાંહેધરી પત્રક,
  • નિયત નમૂનાનું અરજી પત્રક વગેરે ડોક્યુમેન્ટ જરૂરી છે.

કેવી રીતે અરજી કરવી?

સૌપ્રથમ www.gueedc.gujarat.gov.in પર જઈને ‘સ્કીમ’ ફાઈલમાં જઈને ‘એપ્લાય’ કરો. ત્યારબાદ તેમાં ‘કોચિંગ હેલ્પ સ્કિમ ફોર JEE-ગુજકેટ-NEET એક્ઝામ્સ’માં જઈ ‘એપ્લાય’ કરો. જો તમે ન્યુ યુઝર છો તો ‘ન્યુ યુઝર’ પર ક્લિક કરો તમારી પર્સનલ ડિટેલ રજીસ્ટર કરો. જેમાં તમારો મોબાઈલ નંબર, ઈમેલ આઈડી વગેરે માહિતી દાખલ કરો. જેથી તમને લોગીન આઈડી નંબર પ્રાપ્ત થશે. એ પછી ‘ઓલરેડી રજીસ્ટર’ પર ક્લિક કરી પ્રાપ્ત થયેલ લોગીન આઈડી નંબર દાખલ કરી તેમાં જરૂરી વિગતવાર માહિતી ભરો. એ પછી તેમાં જરૂરી ડોક્યુમેન્ટ અપલોડ કરો. ત્યારબાદ તમારી અરજી કન્ફર્મ કરો.

અરજી કન્ફર્મ કરવાથી તમારી માહિતી સબમિટ થઈ જશે અને તમને અરજીનો કન્ફર્મ નંબર પ્રાપ્ત થશે. જે સુરક્ષિત જગ્યાએ નોંધી લેવાનો રહેશે. એ પછી ‘સબમિટ ફોર્મ’ની પ્રિન્ટ કાઢી લઈ તેની સાથે જરૂરી ડોક્યુમેન્ટ જોડી જિલ્લા રજીસ્ટરની ઓફિસે અરજી ફોર્મ જમા કરાવવાનું રહેશે. આમ આ રીતે વિદ્યાર્થીઓએ ઓનલાઈન પ્રોસેસ દ્વારા JEE, ગુજકેટ, NEET પરીક્ષા માટે કોચિંગ સહાયનો લાભ મેળવી શકે છે. તેમજ વધુ માહિતી માટે તમે www.gueedc.gujarat.gov.in પરથી માહિતી મેળવી શકો છો.

મહત્વની લિંક

વિભાગની લિંકઅહીં ક્લિક કરો
Application Online Urlઅહીં ક્લિક કરો

મિત્રો આ લેખમાં કોઈ ભૂલ રહી ગઈ તો ગુજરાત સરકારનું “Mari yojana portal gujarat” પરથી અથવા વિભાગની વેબસાઇટ પરથી આ યોજના વિશે સંપૂર્ણ માહિતી મેળવી શકો છો.

Leave a Comment