Loan for Study: વિદેશ જઈને ઉચ્ચ અભ્યાસ કરવા ઈચ્છતા વિદ્યાર્થીઓ માટે સરકાર ‘વિદેશ અભ્યાસ લોન યોજના’ લાવી છે. જેના હેઠળ વિદ્યાર્થીઓને વિદેશમાં જઈને અભ્યાસ કરવા માટે નજીવા વ્યાજદરે લોન આપવામાં આવે છે.
Loan for Study
યોજનાનું નામ | વિદેશ અભ્યાસ અર્થે બેંક મારફતે લીધેલ લોન પર ૬% વ્યાજ સહાય |
યોજનાનો લક્ષ્ય | આર્થિક સહાય |
વિભાગ | આદિજાતિ વિકાસ વિભાગ |
ક્ષેત્ર | શિક્ષણ |
શિક્ષણ | ધો.12 પાસ |
યોજનાના લાભ
- લાભાર્થીશ્રી દ્વારા બેંક મારફતે વિદેશમાં ઉચ્ચ અભ્યાસ માટે રૂ.૨૫ લાખ સુધીની લોન પર વાર્ષિક ૬(ટકા) વ્યાજ સબસિડી મુજબ વધુમાં વધુ રૂ.૧,૫૦,૦૦૦/- સુધીની વ્યાજ સહાય ત્રણ વર્ષ સુધી મળવા પાત્ર થશે.
Loan for Study: યોજનાના માપદંડ
યોજના કોને લાગુ પડશે
- અનુસૂચિત જનજાતિના વ્યકિતઓ
કેટેગરી
- અનુસૂચિત જનજાતિના વિદ્યાર્થીઓ આ યોજનાનો લાભ લઈ શકે છે.
શૈક્ષણિક યોગ્યતા
- લાભાર્થી ધોરણ 12 પાસ હોવું જરૂરી છે.
યોજનાનો લોકેશન
- આદિજાતિ વિસ્તારો
જરૂરી દસ્તાવેજો
- આધાર કાર્ડ
- ઓળખ પત્ર
- જન્મનું પ્રમાણપત્ર
- જાતિનું પ્રમાણપત્ર
- ધો.12ની માર્કશીટ
- પ્રોફેશનલ કોર્સનું પ્રમાણપત્ર
- પાસપોર્ટ સાઈઝનો ફોટો
- પોસ્ટ ગ્રેજ્યુએટ માર્કશીટની નકલ
- ફી ભર્યાની રસીદ
- બેંક પાસબુક / રદ ચેક
- માકૅશીટ
- લોન મંજૂરી પત્ર
- શાળા છોડ્યાનું પ્રમાણપ્રત્ર
- સ્નાતક કક્ષાની માર્કશીટ નકલ
ફોર્મ કઈ રીતે ભરવું ?
- લાભાર્થીઓને ઓફલાઇન અરજી કરવાની રહેશે.
એપ્લિકેશન ફોર્મ ક્યાંથી મેળવવું
- ગુજરાત આદિજાતિ વિકાસ કોર્પોરેશન, ગાંધીનગર તથા તમામ આદિજાતિ જિલ્લાની પ્રાયોજના વહીવટદારશ્રીની કચેરી ખાતે
એપ્લિકેશન ફોર્મ કોને મોકલવું
- આદિજાતિ જિલ્લાની પ્રાયોજના વહીવટદારશ્રીની કચેરી ખાતે
મહત્વની લિંક
વિભાગની લિંક | અહીં ક્લિક કરો |
મિત્રો આ લેખમાં કોઈ ભૂલ રહી ગઈ તો ગુજરાત સરકારનું “Mari yojana portal gujarat” પરથી અથવા વિભાગની વેબસાઇટ પરથી આ યોજના વિશે સંપૂર્ણ માહિતી મેળવી શકો છો.