Gay adharit kheti yojana:શું તમે ખેડૂત છો શું? તમારી પાસે ગાય છે? તો સરકારશ્રીની આ યોજના તમારા માટે

Gay adharit kheti yojana:ગુજરાત સરકાર દ્વારા અનેક એવી યોજનાઓ ચાલી રહી છે જેમા લોક સુખાકારીમાં વધારો થાય. લોકોને આર્થિક સહાય મળી રહે અને તેના કામો સરળતાથી થાય. કૃષિ ખઈમાં ઘટાડો થાય અને ખેડુતોની આવકમાં વધારી થાય તે માટે સરકાર સતત પ્રયત્નશીલ છે. ખેડૂતોની આવકને વધારવા માટે રાજય સરકાર સ વિવિધ યોજનાઓ ચાલી રહી છે. તેમાંની એક યોજના એટલે દેશી ગાય આધારિત સંપૂર્ણ પ્રાકૃતિક ખેતી કરતા ખેડુતને ગાયના નિભાવ ખરીમાં સહાયની યોજના. જે અંતર્ગત સરકાર દ્વારા ગાયના નિભાવ ખર્ચ માટે દર મહિને રૂપિયા 900 એટલે કે વાર્ષિક 10800ની આર્મિક સહાય કરાશે. આજે આ યોજના વિશે વિસ્તારથી જાણીશું.

Gay adharit kheti yojana

યોજનાનું નામદેશી ગાય આધારિત સંપૂર્ણ પ્રાકૃતિક ખેતી કરતા ખેડુતને ગાયના નિભાવ ખર્ચમાં સહાયની યોજના
યોજનાનો લક્ષ્યઆર્થિક સહાય
વિભાગકૃષિ, ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગ
ક્ષેત્રખેતી
યોજનાનો પ્રકારસામાન્ય યોજના

Gay adharit kheti yojana: લાભ

  • ખેડૂત પાસે ખેતીની જમીન હોવી જોઈએ. ખેડૂત પાસે દેશી ગાય હોવી જોઈએ. ખેડૂત પાસે દેશી ગાયને ટેગ મારેલ હોવું જોઈએ. ખેડૂત પ્રાકૃતિક ખેતી કરતા હોવા જોઈએ.તેવા ખેડૂતોને આઇ ખેડૂત પોર્ટલ પર અરજી કરવાની રહેશે.
  • સંપૂર્ણ દેશી ગાય આધારિત પ્રાકૃતિક કૃષિ કરતા ખેડૂત કુટુંબને એક દેશી ગાય માટે નિભાવ ખર્ચમાં સહાય ખેડૂતો દેશી ગાય થકી પ્રાકૃતિક કૃષિ પધ્ધતિ અપનાવે પ્રાકૃતિક ખેતી થકી ખેતી ખર્ચમાં ઘટાડો અને જમીનની પ્રતમાં સુધારો થાય, ફળદ્રુપતા વધે પર્યાવરણ અને માનવીય સ્વાસ્થ્યનું રક્ષણ થાય.
  • આ યોજના અંતર્ગત દર મહિને ખેડૂતોને 900 રૂપિયા અને વાર્ષિક 10800 રૂપિયાની એક ગાયના નિભાવ માટે સહાય અપાઇ છે.
  • ખેતીલાયક જમીન, ફળદ્રુપ ઉપજાવ બને અને જમીન ખરાબ ન થાય તથા રાસાયણિક ખાતરને બદલે પ્રાકૃતિક ખેતીને લીધે જમીનમાં રહેલ સુક્ષ્મ જીવાણું ખાસ કરીને અળસિયા પાક માટે ખૂબ ખૂબ ઉપયોગી છે, તેનો બચાવ, સૂક્ષ્મ જીવાણુ અળસિયાની હાજરીમાં જમીન વધુ છિદ્રાળુ તથા વધુને વધુ વરસાદી પાણીનો સંગ્રહ થાય તે માટે પ્રાકૃતિક ખેતી તરફ ખેડૂતોને વાળવા માર્ગદર્શન પૂરું પાડવામાં આવી રહ્યું છે.
  • ખેતી કરતા ખેડૂતોને રાસાયણિક ખાતર, રાસાયણિક દવાને બદલે જીવામૃત, ઘનમૂળ સમાન ગાયનું ગોબર ગાયના મૂત્રનો ઉપયોગ કરી ખેડૂતોને ખેતીમાં કરવો પડતો અઢળક ખર્ચનો બચાવ પ્રાકૃતિક ખેતીથી થાય છે.

Gay adharit kheti yojana હેઠળ કેવા ખેડૂતને લાભ મળે?

  • અરજદાર ખેડૂત અરજીના સમયે આઈડેન્ટીફિકેશન ટેગ સહિતની દેશી ગાય ધરાવતો હોવો જોઈએ અને તેના છાણ મુત્રથી પ્રાકૃતિક ખેતી કરતો હોવો જોઈરો અથવા જ્યારે પ્રાકૃતિક ખેતી કરતા થરો ત્યાર પછી લાભ મળવાપાત્ર થશે. અરજદાર ખેડૂત અરજીના સમટો આઈડેન્ટીફિકેશન ટેગ વગરની દેશી ગાય ધરાવતો હશે તો તે પણ અરજી કરી શકશે પરંતુ ડ્રોમાં પસંદગી થયેથી આઇડે-ટીફિકેશન ટેગ ફરજિયાત લગાવવાની રહેશે.
  • હાલ પ્રાકૃતિક કૃષિ કરતા ખેડૂતો તથા પ્રાકૃતિક કૃષિની તાલીમ બાદ તૈયાર થયેલ માસ્ટર ટ્રેનર, જો પાત્રતાની શસ્તો પુર્ણ કરે તો મંજૂરીમાં તેઓને પ્રાથમિકતા આપવાની રહેશે.
  • આ યોજનાનો લાભ દેશી ગાય ધરાવતા (વિદેશી ગાયો જેવી કે જર્સી અને એચ.એફ. સિવાયની) અને ખેડુતે ધારણ કરેલ જમીન પૈકી ઓછામાં ઓછી એક એકર (40 ગુંઠા) જમીનમાં દેશી ગાય આધારિત સંપુર્ણ પ્રાકૃતિક ખેતી કરતા ખેડુતોને મળવાપાત્ર થશે. વાછરડા ગાય તરીકે ગણાશે નહી.
  • આ યોજના હેઠળ એક ખાતા (નમુના નંબર ૮-અ મુજબ) ડેઠળ સંયુક્ત ખાતે લાભાર્થીને એક વાર સહાયનો લાભ મળશે.
  • અરજદાર ખેડૂતે પ્રાકૃતિક કૃષિના માસ્ટર ટ્રેનર્સ પાસેથી અથવા પ્રાકૃતિક કૃષિની તાલીમ લીધેલ હોવી જોઈશે.

Gay adharit kheti yojana:યોજનાનો વ્યાપ

  • આખા ગુજરાતમાં જે ખેડૂત ગાય આધારિત ખેતી કરે છે તે ખેડૂતને આ યોજનાનો લાભ મળવા પાત્ર રહેશે.

જરૂરી દસ્તાવેજો

અરજદાર ખેડૂતને અરજી કરવા માટે નીચે આપેલા ડોક્યુમેન્ટ ની જરૂર પડશે:

  • બેંક પાસબુક
  • આધાર કાર્ડ
  • જમીનના દસ્તાવેજ

Self-employment loan yojana:સ્વ-રોજગાર લોન સહાય યોજના:રૂ.5.લાખ સુધીની લીધેલ લોન ઉપર ૬% વ્યાજ સહાય

Loan for Study:વિદેશ જઈને ઉચ્ચ અભ્યાસ કરવાનું તમારૂં સ્વપ્ન થશે સાકાર,વિદેશ અભ્યાસ અર્થે બેંક મારફતે લીધેલ લોન પર ૬% વ્યાજ સહાય

નોંધ: જ્યારે પણ પોર્ટલ ખુલ્લું મૂકવામાં આવશે ત્યારે બીજા ડોક્યુમેન્ટ ની જરૂર પડશે તો તેની માહિતી અપડેટ કરવામાં આવશે.

Gay adharit kheti yojana: મહત્વની લિંક

વિભાગની લિંકઅહીં ક્લિક કરો

Gay adharit kheti yojana:અરજી કેવી રીતે કરવી?

  • અરજદાર ખેડૂતે આઇ ખેડૂત પોર્ટલ પર જઈ ઓનલાઇન અરજી કરવાની રહેશે.
  • અરજી કન્ફર્મ કર્યા પછી અરજી ની પ્રિન્ટ આઉટ લઈ જરૂરી ડોક્યુમેન્ટ જોડી ગ્રામ સેવક અથવા તમે કોઈ સંસ્થા સાથે જોડાય હોય તો તે સંસ્થાની કચેરીએ પ્રિન્ટ આપવાની રહેશે.

મિત્રો આ લેખમાં કોઈ ભૂલ રહી ગઈ તો ગુજરાત સરકારનું “Mari yojana portal gujarat” પરથી અથવા વિભાગની વેબસાઇટ પરથી આ યોજના વિશે સંપૂર્ણ માહિતી મેળવી શકો છો.

2 thoughts on “Gay adharit kheti yojana:શું તમે ખેડૂત છો શું? તમારી પાસે ગાય છે? તો સરકારશ્રીની આ યોજના તમારા માટે”

Leave a Comment